Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વયોવૃદ્ધ મતદાર માટે ઘર બેઠા વ્યવસ્થા, ધોરાજીમાં 106 વર્ષના વૃદ્ધા મતદારનું પોસ્ટલ બેલેટ ફોર્મ ઘરે પહોંચાડાયું

આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં (Gujarat Assembly Election2022)વયોવૃદ્ધ, અશક્ત, ચાલી ન શકતા કે કોઈ કારણોસર મતદાન મથક સુધી ન પહોંચી શકનાર વ્યક્તિઓ માટે ટપાલ મતપત્ર (Postal ballot)ની સુવિધા ચૂંટણી તંત્રે ઉપલબ્ધ કરાવી છે. ૭૫ ધોરાજી વિધાનસભા મતક્ષેત્રમાં ભાયાવદર તા. ઉપલેટા (Upleta)ના રહેવાસી ૧૦૬ વર્ષના વયોવૃદ્ધા મહિલા રળિયાતબેન નાથાભાઈ માકડિયા (Raliatben Nathbhai Makadia)ના ઘરે બૂથ લેવલ ઓફિસર શ્રી પી. ડી. ગોસ્વામી પહà«
વયોવૃદ્ધ મતદાર માટે ઘર બેઠા વ્યવસ્થા  ધોરાજીમાં 106 વર્ષના વૃદ્ધા મતદારનું પોસ્ટલ બેલેટ ફોર્મ ઘરે પહોંચાડાયું
Advertisement
આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં (Gujarat Assembly Election2022)વયોવૃદ્ધ, અશક્ત, ચાલી ન શકતા કે કોઈ કારણોસર મતદાન મથક સુધી ન પહોંચી શકનાર વ્યક્તિઓ માટે ટપાલ મતપત્ર (Postal ballot)ની સુવિધા ચૂંટણી તંત્રે ઉપલબ્ધ કરાવી છે. ૭૫ ધોરાજી વિધાનસભા મતક્ષેત્રમાં ભાયાવદર તા. ઉપલેટા (Upleta)ના રહેવાસી ૧૦૬ વર્ષના વયોવૃદ્ધા મહિલા રળિયાતબેન નાથાભાઈ માકડિયા (Raliatben Nathbhai Makadia)ના ઘરે બૂથ લેવલ ઓફિસર શ્રી પી. ડી. ગોસ્વામી પહોંચ્યાં હતાં અને ટપાલ મતપત્રનું જરૂરી ફોર્મ ૧૨-ડી ભરાવ્યું હતું. 

રળિયાતબેન ઉત્સાહપૂર્વક ટપાલ મતપત્રનું ફોર્મ  ભર્યું 
રળિયાતબેન ઉત્સાહપૂર્વક ટપાલ મતપત્રનું ફોર્મ ભરીને યુવા મતદારો માટે પણ પ્રેરણારૂપ બન્યા હતા. આ ઉમદા કામગીરી ૭૫-ધોરાજી વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી જે.એન.લીખીયાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી.
જરૂરિયાત ધરાવતા મતદારોને ઘરે પહોંચાડવામાં આવશે 
દરેક વ્યક્તિને મળેલા મતદાન અધિકારથી મહત્તમ મતદાન થાય, મતદાન કરવાથી કોઈ બાકાત ના રહે તેવા ભાવથી જિલ્લાનું ચૂંટણી તંત્ર એક્શન મોડમાં કામ કરી રહ્યું છે. હાલ ટપાલ મતપત્ર માટે જરૂરી ફોર્મ-૧૨ ડી જરૂરિયાત ધરાવતા મતદારોને ઘરે પહોંચાડવામાં આવી રહ્યા છે.
અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ને લઈને એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં 1 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાનની પ્રક્રિયા સુચારુ રીતે થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલાં એક્સપેન્ડિચર અને જનરલ ઓબ્ઝર્વરઓ માટેની આનુસંગિક વ્યવસ્થાઓને લઈને સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ઓબ્ઝર્વર નોડલ અધિકારી એ.કે.સિંઘ અને અવનીબેન હરણના અધ્યક્ષ સ્થાને લાયઝન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.


ગુજરાતની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×